મહારાષ્ટ્રના રાજકારણમાં નવો વળાંક, આદિત્ય ઠાકરે સામે આ યુવા નેતા મેદાને, ખાસ જાણો કોણ છે

MNS પ્રમુખ રાજ ઠાકરે હવે કોંગ્રેસના રસ્તે નીકળી પડ્યા છે. તેમણે પોતાના કાકા બાળ ઠાકરેની પણ પ્રેરણા લીધી છે. રાજ ઠાકરેએ પોતાના પુત્ર આદિત્ય ઠાકરેને અધિકૃત રીતે પાર્ટીમાં લોન્ચ કરી દીધા છે. આજે પાર્ટીના પહેલા મહાઅધિવેશનમાં નવો ભગવો ઝંડો લોન્ચ કર્યો. ભગવા ઝંડા પર શિવાજી મહારાજની કાલની મુદ્રા પ્રિન્ટ છે. આ અગાઉ રાજ ઠાકરેની પાર્ટીમાં ચાર રંગોનો ઝંડો હતો. જેમાં ભગવો, નીલો, સફેદ અને લીલો રંગ હતો. હવે એમએનએસ ભગવા રંગમાં રંગાઈ છે. 

મહારાષ્ટ્રના રાજકારણમાં નવો વળાંક, આદિત્ય ઠાકરે સામે આ યુવા નેતા મેદાને, ખાસ જાણો કોણ છે

મુંબઈ: MNS પ્રમુખ રાજ ઠાકરે હવે કોંગ્રેસના રસ્તે નીકળી પડ્યા છે. તેમણે પોતાના કાકા બાળ ઠાકરેની પણ પ્રેરણા લીધી છે. રાજ ઠાકરેએ પોતાના પુત્ર આદિત્ય ઠાકરેને અધિકૃત રીતે પાર્ટીમાં લોન્ચ કરી દીધા છે. આજે પાર્ટીના પહેલા મહાઅધિવેશનમાં નવો ભગવો ઝંડો લોન્ચ કર્યો. ભગવા ઝંડા પર શિવાજી મહારાજની કાલની મુદ્રા પ્રિન્ટ છે. આ અગાઉ રાજ ઠાકરેની પાર્ટીમાં ચાર રંગોનો ઝંડો હતો. જેમાં ભગવો, નીલો, સફેદ અને લીલો રંગ હતો. હવે એમએનએસ ભગવા રંગમાં રંગાઈ છે. 

બાળ ઠાકરેની જયંતીના અવસરે આ અધિવેશનનું આયોજન કરવામાં આવ્યું છે. અહીં તેમને યાદ કરીને મહારાષ્ટ્ર નવનિર્માણ સેના હિન્દુત્વના રસ્તે નીકળી પડી છે. મરાઠીના મુદ્દા સાથે રાજ ઠાકરે મહારાષ્ટ્રમાં હિન્દુત્વની રાજનીતિનો ચહેરો બનવા જઈ રહ્યાં છે. 

અત્રે જણાવવાનું કે રાજ ઠાકરે વીર સાવરકર મુદ્દે મૌન જ રહ્યાં છે જ્યારે શિવસેના હંમેશા સાવરકરનું સમર્થન કરતી આવી છે. એવામાં મનાય છે કે ભાઈ ઉદ્ધવ જોડે હિન્દુત્વના મુદ્દાની સાથે સાથે રાજ ઠાકરે સાવરકર મુદ્દાને પણ પડાવવાના મૂડમાં છે. 

कांग्रेस की राह पर राज ठाकरे, MNS में हुई बेटे की महाएंट्री

(અમિત ઠાકરે)

એનડીએ સાથે નાતો તોડીને જ્યારે શિવસેનાએ મહારાષ્ટ્રમાં શરદ પવારની પાર્ટી એનસીપી અને કોંગ્રેસ સાથે મળીને મહાવિકાસ આઘાડીની ત્રણ પક્ષોની ગઠબંધન સરકાર બનાવી છે. ત્યારબાદથી જ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે અને શિવસેનાની હિન્દુત્વવાળી કટ્ટર છબીને લઈને રાજકીય ઘમાસાણ છેડાઈ ગયુ છે. આવામાં શિવસેનાને સોફ્ટ હિન્દુત્વ અપનાવતું જોઈને રાજ ઠાકરેની પાર્ટી કટ્ટર હિન્દુત્વ અને મરાઠી માણુસની રાજનીતિ પર લાગી ગઈ છે. 

हिंदुत्व की राह पर राज ठाकरे; MNS का नया भगवा झंडा लॉन्‍च किया, जानिए इसमें क्‍या खास है

(એમએનએસનો નવો પાર્ટી ઝંડો)

પાર્ટીનો નવો ઝંડો લોન્ચ કર્યો
રાજ ઠાકરેએ આ ભગવા ઝંડાને લોન્ચ કરતા કહ્યું કે હિન્દુ સમ્રાટ બાળ ઠાકરેનું હું અભિવાદન કરું છું. પાર્ટીનો નવો ઝંડો હું બધાની સામે રજુ કરું છું. અત્રે જણાવવાનું કે મુંબઈના ગોરેગાવમાં આયોજિત આ મહાઅધિવેશનમાં રાજ ઠાકરેએ પુત્ર અમિત ઠાકરેને પાર્ટીના નેતા પદ પર નિયુક્ત કર્યો. તેમનો પુત્ર અમિત ઠાકરે હવે એમએનએસમાં સક્રિય ભૂમિકા ભજવશે. આ અધિવેશનમાં એમએનએસના પદાધિકારી અવિનાશ જાધવે રાજ ઠાકરેને નવા હિન્દુ સમ્રાટ પણ કહી દીધા. અવિનાશ જાધવે કહ્યું કે બાળ ઠાકરે બાદ રાજ ઠાકરે નવા હિન્દુ હ્રદય સમ્રાટ છે. 

જુઓ LIVE TV

એમએનએસના નવા ઝંડામાં શું છે?
-એમએનએસના નવા ભગવા ઝંડા પર શિવાજી મહારાજના શાસન કાળની મુદ્રા.
-ઝંડા પર છત્રપતિ શિવાજી મહારાજની રાજમુદ્રા છે અને નીચે મોટા અક્ષરોમાં મહારાષ્ટ્ર નવનિર્માણ સેના લખવામાં આવ્યું છે. 
-આ રાજમુદ્રા પર સંસ્કૃતમાં લખ્યું છે. 
"प्रतिपच्चंद्रलेखेव वर्धिष्णुर्विश्ववंदिता
शाहसुनोः शिवस्यैषा मुद्रा
- તેનો અર્થ થાય છે જેમ પ્રતિપદાના ચંદ્રની જેમ પ્રતિદિન વધનારી, સમગ્ર વિશ્વને વંદનીય એવી, શાહજીના પુત્ર શિવાજી મહારાજની આ રાજમુદ્રા પ્રજાના કલ્યાણ માટે વિરાજમાન છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news